Categories
Breaking news Gujarat

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

0 0
Read Time:3 Minute, 9 Second


આમ આદમી પાર્ટી

તારીખ: 13/12/2023

વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા

ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.

ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર થતી હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું: ઈસુદાન ગઢવી

0 0
Read Time:8 Minute, 29 Second

આદમી પાર્ટી*તારીખ: 13/12/2023*

દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર થતી હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું: ઈસુદાન ગઢવી

**હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે: ઈસુદાન ગઢવી**

ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી, તેઓ ફક્ત ‘આપ’ને તોડવા માંગે છે: ઈસુદાન ગઢવી*

*વિસાવદરની જનતા લોકસભામાં પણ ભાજપની જાકારો આપે તેવી અપીલ કરું છું: ઈસુદાન ગઢવી*

*ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે: ઈસુદાન ગઢવી*

*વિસાવદરની જનતાની માફી માંગુ છું અને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય: ઈસુદાન ગઢવી*

*અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો: ઈસુદાન ગઢવી*

*ભાજપ ‘આપ’ ને ખતમ કરવા માંગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ સરકાર બનાવશે: ઈસુદાન ગઢવી*

*અમદાવાદ/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર છેલ્લા એક વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે. અત્યાર સુધી રાજનીતિમાં એવું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો રાજનીતિમાં આવીને વધુ રૂપિયા લૂંટતા હતા. એટલા માટે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે. અને ભાજપ પાસે 156 ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ વારંવાર અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક ધારાસભ્યને આવી ઓફર થતી હતી. અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું.ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી. તેઓ બસ એક જ વાત ઈચ્છી રહ્યા છે કે વિપક્ષમાં કોઈપણ નેતા મજબૂત ન થાય. તે માટે તેઓ સતત અમારા ધારાસભ્યોને સંપર્ક કરતા હતા. તેઓ ઇચ્છતા હતા કે ત્રણ ધારાસભ્યો સાથે મળી જાય અને આમ આદમી પાર્ટી છોડે કારણકે જો ત્રણ સાથે આવી જાય તો તેમને રાજીનામા પણ ન આપવા પડે. આજે ભાજપ પાસે ખૂબ જ સત્તા છે, તેમ છતાં પણ તેઓ પાંચમાંથી ત્રણ ધારાસભ્યોને તોડી શક્યા નથી. ચૈતરભાઈ વસાવાના પત્નીને છેલ્લા દોઢ વર્ષથી જેલમાં રાખ્યા છે અને ચૈતરભાઇને પણ ખોટા કેસ કરીને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેઓ ગમે તે રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. એટલા માટે તેઓએ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે, કારણકે તેમને લાગે છે કે આમ કરવાથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે.હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે. ક્યાંક ને ક્યાંક અમે ઉમેદવાર મૂકવામાં થાપ ખાઈ ગયા પરંતુ વિસાવદરની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય. હું વિસાવદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે ફક્ત વિસાવદરની ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં પણ જૂનાગઢની સીટ પર ભાજપને જાકારો આપી જેથી તેઓ ભવિષ્યમાં ધારાસભ્ય તોડવાનું ભૂલી જાય.*આમ આદમી પાર્ટી ગુજરાત*[12/13, 1:21 PM] +91 6357 422 187: *પ્રેસનોટ: 176**આમ આદમી પાર્ટી*તારીખ: 13/12/2023*વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા**ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા**અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા**સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા**અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.*આમ આદમી પાર્ટી ગુજરાત*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %