1
0
Read Time:1 Minute, 16 Second
ફરિયાદમાં યુવા નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું ભાયાવદર ખાતે બાલાજી ટેલિકોમ નામની દુકાન ચલાવું છું. તેમજ બજાજ ફાઇનાન્સના હપ્તા પર મોબાઈલ લે વેચનું કામ કરું છું.અંકિત પોપટ, ભાયાવદર: શહેર યુવા ભાજપના પ્રમુખ હાર્દિક રામાણી (ઉવ.32) નામના વ્યક્તિ પર 8 જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Bajaj finance માંથી ખરીદ કરેલ એસીનો હપ્તો ચડત થતા 8 જેટલા વ્યક્તિઓ દ્વારા યુવા નેતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેરે સમગ્ર મામલે હાર્દિક રામાણીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ની કલમ 323, 143, 147, 149, 504, 506 (2) સહિતની કલમ હેઠળ કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા, પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ 5 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર ભરત ઠાકોર