0
0
Read Time:58 Second
રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવાયા: દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવી પહોંચી. જાહેરસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, “રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિને ટીવી પર કોઈએ જોયા? એ આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા, અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય.” યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા જોડાયા છે.
Average Rating