Categories
Surendrnagr

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.

0 0
Read Time:4 Minute, 37 Second

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીની ફેંકી દેવામાં આવી હતી: ઈસુદાન ગઢવી**મુખ્યમંત્રીને વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે, તો ખૂબ જ સંવેદનશીલતા સાથે તે પરિસ્થિતિને જોવી: ઈસુદાન ગઢવી**યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાટા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે: ઈસુદાન ગઢવી**જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે: ઈસુદાન ગઢવી**આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે: ઈસુદાન ગઢવી**જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી, તો અમને જાણ કરવામાં આવે. હું પરિવારના પડખે આવીને ફરીથી ઊભો રહીશ: ઈસુદાન ગઢવી**અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના સમઢીયાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બે દલિત ભાઈઓ પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દલિત પરિવાર પર હુમલો કરીને બે યુવકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મુદ્દા પર આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય, તો પણ કોઈ કઈ રીતે આ હદે જઈ શકે છે? પરિવાર સાથે વાત કરતા અમને જણાવવામાં આવ્યું કે યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાડા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે. આ મુદ્દા પર મેં રેન્જ આઇ.જી, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ૩૦ દિવસમાં તેઓ ચાર્જશીટ રજૂ કરશે અને આ પરિવારને મળવાપાત્ર 8.50 લાખ રૂપિયા મળશે અને જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરશે. અને એક મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે અને આ કેસ દાખલારૂપ બને એ રીતે કેસને આગળ ચલાવવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે.

આખા ગુજરાતમાં દલિતો સાથે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે પણ અને ગુજરાતના એક નાગરિક તરીકે મેં સરકારને પણ કહ્યું છે કે તમારા રાજમાં દલિતોની હાલત ખૂબ જ દયનીય છે. અને આગામી સમયમાં આવી ઘટનાના ઘટે, તેનું ધ્યાન રાખવામાં આવે. મને જાણવા મળ્યું છે કે ચાર દિવસ પહેલા આ પરિવારે પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફેંકી દેવામાં આવી હતી. તો પોલીસ અધિકારીને પણ કેમ આરોપી બનાવવામાં ન આવે? મારી એક વિનંતી એ પણ છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે અથવા તો સામાન્ય અરજી કરે તો પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે પરિસ્થિતિને જોવી. જેથી કરીને ફરીથી આવી ઘટના ન ઘટે. મેં પીડીત પરિવારને પણ કહ્યું છે કે જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી તો અમને જાણ કરવામાં આવે. હું તેમના પડખે આવીને ફરીથી ઊભો રહીશ. પરિવારને ન્યાય આપવામાં માટે અને ફરીવાર ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર ના થાય એના માટે આપણે પ્રયાસ કરીશું પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ભાજપના રાજમાં હકીકત એ જ છે કે દલિતો સુરક્ષિત નથી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhuj

ભુજ તાલુકાના કુકમા અને નારણપર(રાવરી) ગામના ગે રકાયેદસર દબાણો તોડી પાડતું વહીવટીતંત્ર

0 0
Read Time:2 Minute, 17 Second

ભુજ તાલુકાના કુકમા અને નારણપર(રાવરી) ગામના ગે રકાયેદસર દબાણો તોડી પાડતું વહીવટીતંત્ર 0000 રી જમીનો પર દબાણ ન કરવા જનતાને અપીલ કરાઈ

ભુજ તાલુકાના કુકમા તથા નારણપર (રાવરી) ગામે જાહ ેરમાર્ગથી તદ્દન નજીક ખૂબ જ મોકાની જગ્યાએ સરકાર ી જમીન પર અલગ અલગ કુલ છ ઈસમો દ્વારા ગેરકાયદેસર વ ાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ ઈસમોને વહીવટીતંત્ર દ્વારા ધોરણસર જમીન મહેસ ૂલ કાયદા હેઠળ નોટીસ આપવામાં આવેલી હતી. તેમ છતાં આ ઈસમો દ્વારા દબાણ દૂર કરવામાં ં ન હતું.

જેથી ક્લેક્ટરશ્રી-કચ્છની સૂચના મુજબ નાયબ ક્લ ( ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા આ દબાણો તોડી ામાં આવ્યા છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા પીજીવીસ ીએલનો સહયોગ લેવામાં આવ્યો હતો. કુકમા ખાતે પધ્ધર પોલીસ તથા નારણપર(રાવરી) ખાતે માનકુવા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએ કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. આ દબાણો પૈકી કુકમા ખાતે એક ફૂટ માર્કેટ અને અન્ ય બે દબાણો મળી કુલ ચો.મી. ૫૬૭૧ તથા નારણપર (રાવરી) ખાતે ત્રણ હોટેલો એમ ત્ર ણ મળી કુલ ચો.મી. ૧૫૩૦ સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા. જેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂ. ૧.૨૫ કરોડ જેટલી થાય છે.ભુજ તાલુકાની જાહેર જનતાને સરકારી જમીનો પર ણ ન કરવા તથા જો સરકારી જમીન પર દબાણ કર્યું હોય ત ો તાત્કાલિક કબ્જો છોડી દેવા જાહેર અપીલ વી.એચ.બા રહટ, મામલતદારશ્રી ભુજ ગ્રામ્ય દ્વારા કરવામાં આ વી છે. ગૌતમ પરમાર

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %