ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને ઝડપીપાડની ગુજરાત એ.ટી.એસ.એ.ટી.એસ. ગુજરાતના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી દીપન ભદ્રનનાઓએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાય નાઓને બાતમી મળેલ કે, અનિલ જાંબુકીયા તથા અનિરૂધ્ધ નામના માણસો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પિસ્ટલો તથા દેશી તમંચા લઇ અમદાવાદ આવનાર છે.જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના વાયરલેસ પો.સ.ઈ. શ્રી આર.સી.વઢવાણા, પો.સ.ઈ. શ્રી એ.આર. ચૌધરી તથા શ્રી બી.ડી. વાઘેલાનાઓએ ડેવલોપ કરેલ અને ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરેલ. જે મુજબ ચોક્કસ ઈન્ટેલીજન્સ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ. શ્રી વી.એન. વાઘેલા, પો.સ.ઈ. શ્રી એ.આર. ચૌધરી, શ્રી બી.ડી. વાઘેલા તથા ટીમના માણસોએ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી (૧) અનીલ જનકભાઇ જાંબુકીયાનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦ર તથા (૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચરનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦૨ સાથે પકડી પાડેલ. જે અવ્યયે એ.ટી.એસ. ગુજરાત ખાતે તા. 04/04/2023 ના રોજ આ બન્ને ઈસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ.પકડાયેલ આરોપીઓના પૂરાં નામ સરનામાં નીચે મુજબ છે. (૧) અનીલ જનકભાઇ જાંબુકીયા ઉવ. ર૩ રહે. ગામ, ગોરૈયા, મેઇન બજાર, પાળીયાદ રોડ ઉપર,જુની સરકારી સ્કુલ સામે, તા.વીછીયા, જી.રાજકોટ તથા (૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચર ઉ.વ.૨૮ રહે. ગામ મોટા માત્રા, વિંછીયા રોડ ઉપર, તા.વિંછીયા, જી.રાજકોટ ગોરૈયાઆ કેસની તપાસ દરમ્યાન પો.સ.ઈ. શ્રી વાય.જી.ગુર્જર તથા એ.આર. ચૌધરી તથા શ્રી બી.ડી. વાઘેલાઓનાઓ દ્વારા પકડાયેલ ઈસમોએ હથિયારો ક્યાંથી મેળવેલ છે અને ગુજરાતમાં કોને આપેલ છે એ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અન્ય ચાર ઈસમો ગેરકાયદેસર હથિયાર ધરાવે છે. જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાતની ટીમે તા. 08/04/2023 ના રોજ અન્ય ચાર ઈસમોને પકડી કુલ6 આરોપીઓ સાથે 15 પિસ્તોલ, 5 કટ્ટા તથા 16 રાઉન્ડ પકડી પાડેલ છે.અન્ય ચાર પકડાયેલ આરોપીઓના પૂરાં નામ સરનામા નીચે મુજબ છે. ૧.ભાવેશ દિનેશભાઇ મકવાણા ઉ.વ. ૩૦ રહે. વાસ્તૂર પરા પ્લોટ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર.ર.કૌશલ @ કવો પરમાનંદભાઇ દશાડીયા ઉ.વ.૩૩ રહે. ૬૦૨, સી.યુ. શાહ નગર, નર્મદા કેનાલપાસે, નવા જંકશનની પાછળ, દુધરેજ, સુરેન્દ્રનગર,૩.ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા ઉ.વ.૨૫ રહે. ગ્રીજ લાઇન ચોકડી પાસે, માલધારી સોસાયટી, ગાર્ડનવાળી શેરી, રાજકોટ. ૪.ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક લાલજીભાઇ મેર ઉ.વ.૩૩ રહે. રબારીવાસ, મહાદેવ મંદીરનીબાજુમા, ગામ-મોટામાત્રા, તા-વિંછીયા, જિ-રાજકોટ ગ્રામ્ય પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ:(1) અનિરૂધ્ધ ભગુભાઇ વિરૂધ્ધ અગાઉ રાજકોટ રૂરલ જીલ્લામાં IPC 302 મુજબ મર્ડરનો ગુન્હો નોંધાયેલ છે.(2) ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા વિરૂધ્ધ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં IPC ૩૦૭ તથા ૩૨૪,૩૨૬ હેઠળ ગુન્હો નોંધાયેલ છે.(3) ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા વિરૂધ્ધ અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ છે.(4) ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક સ/ઓફ લાલજીભાઇ મેર વિરૂધ્ધ અગાઉ ૨૦૧૬માં સાયલા પોલીસસ્ટેશનમાં લુંટનો ગુન્હો નોંધાયેલ છે. (5) કૌશલ ઉર્ફે કવો સ/ઓફ પરમાનંદભાઇ દસાડીયા વિરૂધ્ધ અગાઉ ૨૦૧૩ મા જોરાવરનગરપોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો નોંધાયેલ છે. તેમજ પ્રોહીબીશન કેસ થયેલ છે. (6) અનીલ જનકભાઇ જાંબુકીયા વિરૂધ્ધ અગાઉ પ્રોહીબીશનના ગુન્હા દાખલ થયેલ છે. ગેરકાયદેસર રીતે હથિયારો સપ્લાયના ધંધામાં અન્ય કઈ-કઈ વ્યક્તિઓ સામેલ છે એ અંગે વધુ તપાસ હાલ ચાલુ માં છે.
Read Time:5 Minute, 47 Second