વડોદરામાં ટુ વ્હીલર પરથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે થયું મોત, એક યુવક ઇજાગ્રસ્ત
વડોદરાના અટલાદરા બ્રિજ પર ટુ વ્હીલર પરથી નીચે પટકાતા ભાવેશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે ટુ વ્હીલર પર સવાર જીગ્નેશ વસાવાને ઇજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બ્રીજ પરથી ઉતરતી વખતે ભાવેશે ટુ વ્હીલર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં મુજમહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં બેસીને દારૂ પી રહેલા અનર્મ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા તેમજ તેમની સાથેના માનવ કહાર અને સાકીર મણિયાર સામે ગુનો નોંધાયો છે. દારૂના ગુનામાં પકડાયેલા હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ દારૂની મહેફીલ કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેયને પકડી લીધા છે.
*વડોદરાના સૌપ્રથમ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023ના આયોજનમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી*ભારતીય વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું સપનું ખૂબ જ સરળ બની રહ્યું છે તેવા સમયમાં વડોદરા ખાતે ૭ મે ૨૦૨૩ ના રોજ એક ખાસ કાર્યક્રમ અંતર્ગત શહેરનો સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કે.સી. ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા આ પ્રકારના ખાસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન શહેરની સયાજી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળ પર અમેરિકા, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપિયન દેશોમાં અભ્યાસ માટેની માહિતી મળી રહે તેવા સુંદર પ્રયાસ સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ મેળાનો લાભ લીધો હતો જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ ને ઓન ધ સ્પોટ એડમિશન અલગ અલગ દેશોની યુનિવર્સિટીમાં મળ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર એવા કેનેડા માટે એપ્લિકેશન ફી વેવર પણ મેળવ્યું હતું સાથે જ 3 વિદ્યાર્થીઓ ને 100% સ્કોલરશીપ ના લાભ હેઠળ પણ વિવિધ ફાયદાકારક માહિતીઓ મળી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં 1000 થી વધુ વિદ્યાર્થીઓ એ પોતાના વાલીઓ સાથે આ ફેરમાં આવી યોગ્ય માહિતી મેળવી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં જુદા જુદા 8 દેશોની યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ સાથે ઇચ્છુક વિદ્યાર્થીઓ મુલાકાત કરી હતી અને યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ફી સાથે જ રહેવાની વ્યવસ્થાઓ અને 100% સુધીની એપ્લિકેશન ફી વેવર તથા અલગ અલગ સ્કોલરશીપ પ્રોગ્રામની પણ માહિતી મેળવી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટ સાથે આવવા માટે સૂચન આપવામાંતો આપના બાળકો ના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને ખાસ આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ની મુલાકIત લીધી હતી.
વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતુ વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું. તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે. . .